ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કહોલી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
કિંગ કોહલીના સ્પોર્ટ જગતથી બહાર પણ ઘણા ફેન છે, જે તેની અદાઓ પર ખૂબ ફીદા છે.
આ જ ફેનના લિસ્ટમાં હવે સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સ્ટાર એક્ટ્રેસ વર્ષા બોલમ્માનું નામ પણ જોડાઈ ગયું છે.
વર્ષાએ મૂવી4યુને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે કોહલી પર ફીદા છે અને તે તેનો સેલેબ્રિટી ક્રશ પણ છે.
27 વર્ષની એક્ટ્રેસે કહ્યું કે, હું વિરાટ કોહલીની ખૂબ જ મોટી ફેન છું. તે મારો સેલેબ્રિટી ક્રશ પણ છે.
વર્ષા બોલમ્માએ કહ્યું- હું જ્યારે નાની હતી, ત્યારે કોહલીના છપાયેલા ફોટોને કાપીને ભેગા કરતી હતી.
એક્ટ્રેસે કહ્યું- મેં કોહલીના કારણે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે IPLમાં RCBને સપોર્ટ કરે છે.