Mahak Sharma: સરકારી સ્કૂલમાંથી કર્યો અભ્યાસ, કોચિંગ વગર 10મો રેન્ક લાવીને બન્યા DSP

DSP મહેક શર્મા હરિયાણાના પાણીપત જિલ્લાના ઉર્લાના કલાન ગામના રહેવાસી છે.

મહેક શર્મા જણાવે છે કે, તેમણે ગામની જ સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો છે.

સ્કૂલિંગ પછી તેમણે આર્ય આદર્શ કૉલેજમાંથી BSc અને દયાલ સિંહ કૉલેજમાંથી MScની ડિગ્રી મેળવી.

મહેક શર્માના પિતા ખેડૂત છે અને તેમની માતા ગૃહિણી છે. આ સિવાય તેમના બે ભાઈ પણ છે.

મહેક શર્મા જણાવે છે કે તેમણે ઘરે રહીને યુપી પીસીએસ (UPPSC)નો અભ્યાસ કર્યો છે. આ માટે કોઈ કોચિંગ લીધું નથી.

મહેક શર્માને તેમના પ્રથમ ત્રણ પ્રયાસોમાં નિષ્ફળતા હાથ લાગી હતી. તેમને UP PCSના ચોથા પ્રયાસમાં સફળતા મળી.

UP PCSના તેમના ચોથા પ્રયાસમાં મહેક શર્માને સફળતા મળી અને તેઓ 10મા રેન્કની સાથે DSP બની ગયા.