કોઈ BJP, તો કોઈ AAPમાં... 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના આ ખેલાડીઓ બન્યા નેતા
2011માં ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો હતો. તે 15 સદસ્યોની ટીમમાંથી ઘણા ખેલાડીઓએ રાજકીય કરિયર શરૂ કર્યું છે.
તાજેતરમાં યુસુફ પઠાણ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા. તે બહરામપુર લોકસભા સીટથી ચૂંટણી લડશે. યુસુફે 2011ના WCમાં 6 મેચ રમી હતી.
2011ની ટીમમાં ઓપનર ગૌતમ ગંભીર 2019માં પૂર્વ દિલ્હીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા. હવે તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લીધો છે.
એસ.શ્રીસંત પણ 2011ની WC ટીમમાં હતો. તે 2016માં કેરળના તિરુવનંતપુરમથી ચૂંટણી લડ્યા, જેમાં તેને હાર મળી હતી.
2011ની WC ટીમનો ભાગ હરભજનસિંહ AAPમાંથી રાજ્યસભા સાંસદ છે. હરભજને 2021માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો.
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ 2012માં રાજ્યસભાના સાંસદ બન્યા અને 2018 સુધી તેઓ આ પદે રહ્યા હતા.
VIDEO: Nora Fatehi એ મેટ્રોમાં એવી હરકત કે જોનારા પણ શરમાઈ ગયા
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat