ઘરની આ દિશામાં પૈસા રાખવાથી ઘટી જાય છે સંપત્તિ, અત્યારે જ સુધારો આ 5 ભૂલો
ઘણીવાર લોકોને સારી કમાણી હોવા છતાં હાથમાં પૈસા નથી ટકતા. વાસ્તુ શાસ્ત્રના જાણકાર કહે છે કે વાસ્તુ દોષના કારણે આવું થઈ શકે છે.
આવો જાણીએ કે ઘરમાં કઈ એવી 5 ભૂલો છે જે કરવા પર દોષ લાગે છે, આ દોષ રાજાને પણ રંક બનાવી શકે છે.
1. તિજોરી પાસે ઝાડુ
વાસ્તુ મુજબ, ઘરમાં તિજોરી પાસે ઝાડુ રાખવાથી આર્થિક તંગી વધે છે. આથી તિજોરી નીચે કે આસપાસ ઝાડુ ન રાખવું જોઈએ.
2. ખોટી દિશા
દક્ષિણ-પૂર્વ વચ્ચેની દિશાને આગ્નેય કોણ કહે છે. અહીં પૈસા રાખવાથી ધન ઘટે છે. ઘરમાં હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં ધન રાખવું જોઈએ.
3. ધનથી સંબંધિત સામાન
ધન સંબંધી સામાન જેવા કે રોકડ, બેંક એકાઉન્ટ, રોકાણના દસ્તાવેજ અથવા બિલ હંમેશા સુરક્ષિત સ્થળે રાખો. તેને ગમે ત્યાં ઘરમાં ન પડ્યા રહેવા દો.
4. સાફ-સફાઈ
ધનના સ્થાનને સ્વચ્છ રાખવાથી ધન વૃદ્ધિ થાય છે. આવી જગ્યાએ કચરો રાખવાથી લક્ષ્મીજી નારાજ થાય છે.
5. છોડ
ઘરમાં પ્લાસ્ટિક કે આર્ટિફિશિયલ છોડ ન રાખવા જોઈએ. તેનાથી ધન-સંપત્તિનો નાશ થાય છે, સંબંધ પર ખરાબ અસર પડે છે.
ઉપાય
વાસ્તુ મુજબ ઘર કે ઓફિસમાં માતા લક્ષ્મીની બેઠેલી મુદ્રામાં પ્રતિમા રાખવી જોઈએ. જેમાં તેમના બંને હાથીએ સૂંઢને ઉપરની તરફ કરેલી હોય.