Video: નીતા અંબાણીને લાગ્યો ચાટનો ચસ્કો, કાફલા સાથે પહોંચ્યા
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન નીતા અંબાણી કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા.
નીતા અંબાણીએ દીકરા અનંત અંબાણીના લગ્નની કંકોત્રી ભગવાન શિવને અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે બાબા કાશી વિશ્વનાથના દર્શન કરી માં ગંગાના આશીર્વાદ પણ લીધા હતા
આ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, હું 10 વર્ષ બાદ અહીં આવી છું. કાશી વિશ્વનાથના ભવ્ય કોરિડોરને જોઈને મને ખૂબ જ ખુશી થઈ રહી છે.
નીતા અંબાણીએ કહ્યું કે, હું અનંત અને રાધિકાનું એક ફંક્શન કાશીમાં જરુર યોજીશ. હું તેમની સાથે કાશી જરૂર આવીશ.
કાશી વિશ્વનાથ ધામમાં પૂજા-દર્શન કર્યા બાદ નીતા અંબાણી અચાનક એક ચાટની દુકાને પહોંચ્યા હતા.
iZzC9Ip-fDANDjLM
iZzC9Ip-fDANDjLM
વારાણસીની પ્રખ્યાત ચાટની દુકાને નીતા અંબાણીએ ચાટનો સ્વાદ ચાખ્યો હતો. તેમણે પ્રખ્યાત બનારસી ટમેટા ચાટનો સ્વાદ માણ્યો હતો.
ચાટનો સ્વાદ નીતા અંબાણીને ખૂબ જ પસંદ આવ્યો હતો. તેમણે આ ચાટની રેસિપી પણ દુકાનદારને પૂછી હતી.