credit: Salangpur Temple
સાળંગપુરમાં કષ્ટભંજન દાદાના મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો હતો.
હનુમાન દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર અને વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સાથે મંદિર પરિસરમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંતોએ ગુલાલ ઉછાળીને હોળી રમ્યા હતા.
51 હજાર કિલો નેચરલ કલરના 70 ફૂટ ઊંચા 400 જેટલા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
ઢોલના તાલે હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને દાદાના રંગમાં રંગાયા હતા.
આ પહેલા સવારે દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી, જેમાં દાદા સમક્ષ રંગ, પિચકારી મૂકાયા હતા.
સવારની મંગળવા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઉમટ્યા હતા.