ચમત્કારી ઉપાયઃ દેવશયની એકાદશીના દિવસે જરૂર કરો આ કામ
અષાઢ શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીને દેવપોઢી અગિયારસ પણ કહેવાય છે.
આ વખતે દેવશયની એકાદશી 17 જુલાઈના રોજ મનાવવામાં આવશે. માન્યતા અનુસાર,
ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે.
કહેવાય છે કે આ દરમિયાન સૃષ્ટિનું સંચાલન રુદ્ર કરે છે. આ દરમિયાન કરવામાં આવતી પૂજાનું ફળ ખૂબ જલદી મળે છે.
જ્યોતિષનું માનીએ તો દેવશયની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જાઈએ. ચાલો જાણીએ આ ઉપાય વિશે.
દેવપોઢી અગિયાર પર 'ઓમ નમો નારાયણાય' અથવા ' ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રના જાપ કરો. તુલસીની માળાથી આ મંત્રોના 108 વખત જાપ કરો. આ ઉપાયને કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.
વાસ્તુ દોષને દૂર કરવા માટે દેવશયની એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો અને તે જ માળા બીજા દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે દેવશયની એકાદશીના દિવસે એક રૂપિયાનો સિક્કો ભગવાન વિષ્ણુની તસવીરની પાસે રાખો અને પૂજા કર્યા બાદ તે સિક્કાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો.
દેવશયની એકાદશીના દિવસે શ્રીહરિનો દક્ષિણવર્તી શંખથી અભિષેક કરો. આમ કરવાથી જીવનમાં ખુશીઓને સંચાર થશે અને નકારાત્મક ઊર્જા દૂર થશે.
તો ઘરમાં સુખ શાંતિ માટે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો પ્રસાદ ધરાવો અને તેમાં તુલસી જરૂર નાખો.