કોઈપણ વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જતો રહે છે.
દુનિયામાં દરેક વ્યક્તિ ખરાબ સમયમાંથી છુટકારો મેળવવા માંગે છે અને જીવનમાં સારો સમય આવે તેની રાહ જુએ છે.
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધનના દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે અને કહેવાય છે કે માં લક્ષ્મી ખૂબ જ ચંચળ સ્વભાવના હોય છે.
જે લોકો માં લક્ષ્મીની પૂજા સાચા મનથી કરે છે, તેમનાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે અને તેમને ધન સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ચાલો જાણીએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા માં લક્ષ્મીજી કયા સંકેતો આપે છે.
ઉલ્લૂને માં લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ઉલ્લૂ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેને મતલબ એવો થાય છે કે માં લક્ષ્મીજી પોતાના આગમનની સૂચના આપી રહ્યા છે.
જો ઘરમાં અચાનક કાળી કીડીઓનું ઝૂંડ જોવા મળે તો સમજી જાવ કે તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરી ચૂક્યા છે.
સાવરણીને માં લક્ષ્મીનું જ એક રૂપ માનવામાં આવે છે. આ માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. આવી સ્થિતિમાં જો તમને સવારે ઘરેથી ક્યાંક જતી વખતે કોઈ વ્યક્તિ સાવરણીથી ઘરમાંથી કચરો કાઢતું જોવા મળે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.
શંખને માં લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે. જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભાળાય તો તેનો મતલબ છે કે માં લક્ષ્મી ટૂંક સમયમાં જ તમારા ઉપર કૃપા વરસાવશે.