ઘર ખરીદતા સમયે ધ્યાનમાં રાખો આ 7 બાબતો, લાઈફમાં ખૂબ પ્રગતિ થશે!
ઘર ખરીદવાનું સપનું બધાનું હોય છે, કારણ કે ઘરમાં લોકોને આરામ, સુખ અને શાંતિ મળે છે. ઘરનું વાસ્તુ સારું હોય તો અંદર રહેનારની પ્રગતિ થાય છે.
જો ઘરમાં બધી વસ્તુ વાસ્તુના હિસાબથી ન હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે. જેનાથી જીવન કષ્ટથી ઘેરાઈ જાય છે.
ઘરના મુખ્ય દરવાજા અને બારી માત્ર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવાનું શુભ મનાય છે, તેનાથી પોઝિટિવ એનર્જીથી ભરેલા સૂર્યના કિરણો ઘરમાં પ્રવેસે છે. તેનાથી ઘર માલિકની ઉંમર લાંબી અને સંતાન સુખ મળે છે.
ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ હોય છે. ઘર ખરીદતા સમયે વાસ્તુ અનુસાર મંદિર યોગ્ય દિશામાં છે કે નહીં જોઈલો.
દેવી-દેવતાઓ માટે ઉત્તર-પૂર્વ દિશા સારી મનાય છે. આથી જુઓ કે ઘરમાં મંદિર યોગ્ય દિશામાં છે, તેનાથી ઘરના સભ્યોની પ્રગતિ થાય છે.
રસોઈ ઘર માટે શુભ સ્થાન આગ્નેય કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશા છે. આ દિશામાં રસોડું હોવાથી પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રસોડું યોગ્ય મનાય છે.
ઘરમાં બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમમાં હોવા જોઈએ. રૂમમાં બેડની સામે અરીસો કે દરવાજા સામે બેડ ન રાખો. તેનાથી પ્રગતિ અટકી જાય છે.