ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું ખાતું ખુલી ગયું છે. ભારતને પહેલો મેડલ શૂટર મનુ ભાકરે જીતાડ્યો છે.
શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. આ સાથે તે ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા ખેલાડી બની છે.
મનુ ભાકરે ફાઈનલમાં કુલ 221.7 પોઈન્ટ મેળવ્યા, તો કોરિયાની ઓહ યે જિને 243.2 પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો, અને કોરિયાની જ કિમ યેજીએ સિલ્વર મેડલ જીત્યો.
મનુ ભાકરે મેડલ જીત્યા બાદ જણાવ્યું કે, હું ગીતા વધારે વાંચું છું, મારું ફોકસ માત્ર પ્રોસેસ પર રહે છે પરિણામ પર નહીં, છેલ્લા સમયે મારા મગજમાં આ જ ચાલી રહ્યું હતું.
આ મનુ ભાકરનો બીજો ઓલિમ્પિક છે. આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ ખરાબ થઈ ગઈ હતી, ત્યારે તે 14 શોટ મારી શકી અને ફાઈનલમાંથી બહાર થઈ ગઈ.
મનુ પાછલા 7 વર્ષથી શૂટિંગ કરી રહી છે, તે કોમનવેલ્થમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે અને ISSF વર્લ્ડકપમાં તેના નામે બે મેડલ છે.