ચાણક્ય નીતિમાં ઘણી એવી બાબતો જણાવવામાં આવી છે. આચાર્ય ચાણક્યનું નીતિશાસ્ત્ર આજના યુગમાં પણ ઉપયોગી માનવામાં આવે છે.
આચાર્ય ચાણક્યની નીતિ વિષયક વાતો જીવન જીવવાની રીત શીખવે છે.
તેમણે જીવનને સફળ અને સુખી બનાવવાની રીતો જણાવી છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે પતિએ તેમની પત્ની સાથે કેટલીક વાતો શેર ન કરવી જોઈએ.
આજે અમે આપને જણાવીશું કે પતિએ કઈ વાત પત્ની સાથે શેર ન કરવી જોઈએ.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, ક્યારેય પત્નીને આપણી કુલ આવકની જાણકારી ન આપવી જોઈએ. આચાર્ય ચાણક્યનું માનવું છે કે જો તમે કુલ આવક વિશે જણાવશો તો તેનાથી ખર્ચ વધવાની સંભાવના છે અને ઘરમાં ધનની અછત પણ સર્જાઈ શકે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે પતિએ ભૂલથી પણ પત્નીને પોતાની નબળાઈઓ ન જણાવવી જોઈએ.
આચાર્ય કહે છે કે જો પત્નીને તમારી નબળાઈ ખબર હશે તો તે પોતાની વાત મનાવવા માટે તમારો ફાયદો ઉઠાવી શકે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારું ક્યાંય અપમાન થયું છે તો તેના વિશે ક્યારેય પત્ની ન જણાવો. કારણ કે સમયાંતરે તેઓ તમને અપમાન યાદ અપાવી શકે છે.