437898089 1024898982329510 5313435606004239607 n

સફેદ 'ટી-શર્ટ' જ કેમ પહેરે છે રાહુલ ગાંધી? એક નહીં બે છે કારણો

image
425872980 982381623247913 4205442446417245891 n

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ લોકસભાની ચૂંટણીને લઈને જ ચર્ચામાં છે. રાહુલ ગાંધી કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે.

423538194 979862020166540 2068685919756608226 n

રાહુલ ગાંધી ગાંધીને તમે ઘણીવાર ટીવી પર જોયા જ હશે. તેઓ મોટાભાગે સફેદ કલરનું 'ટી-શર્ટ' જ પહેરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરે છે?

423225544 978785266940882 4319453689421281576 n

આ સવાલનો જવાબ કોંગ્રેસ નેતાએ મીડિયાને આપ્યો છે. તેઓએ જણાવ્યું કે કે આ પારદર્શિતા અને સાદગીનો સંદેશ આપે છે.

કન્યાકુમારીથી કાશ્મીર સુધી 'ભારત જોડો યાત્રા'ના સમયે સફેદ 'ટી-શર્ટ' રાહુલ ગાંધીનો ખાસ ડ્રેસ રહ્યો છે. તેમનું આ ટી-શર્ટ ખૂબ જ ચર્ચામાં હતું.

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તેઓ હંમેશા સફેદ ટી-શર્ટ જ કેમ પહેરે છે? ત્યારે રાહુલ ગાંધીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પારદર્શિતા અને સાદગી... અને હું કપડા વિશે વધારે વિચારતો નથી. હું સાધારણ રહેવા માંગું છું.

કોંગ્રેસની સોશિયલ મીડિયા ચેનલો દ્વારા જાહેર કરવામાં આવેલા બે મિનિટથી વધુના વીડિયોમાં રાહુલ આવા હળવાશભર્યા પ્રશ્નોના જવાબ આપતા જોઈ શકાય છે. '