GM8a8aiXYAETc91

લોકશાહીના મહાપર્વમાં PM મોદીનું મતદાન, મથકની બહાર લાગ્યા મોદી-મોદીના નારા

image
Screenshot 2024 05 07 082103

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી છે.

Screenshot 2024 05 07 082229

ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ વાજતે ગાજતે મતદાન મથકે પહોંચીને મતદાન કરી રહ્યા છે.

Screenshot 2024 05 07 082854

ત્યારે આજે વહેલી સવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પીએમ મોદી મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોટી પહેરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સામાન્ય લોકોની જેમ તેઓએ મતદાન કર્યું હતું.

જે બાદ મતદાન મથકની બહાર નીકળતા લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર પીએમ મોદીએ હાજર લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયાને સંબોધતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા.