મોબાઈલમાં ડેટા ઝડપથી ખતમ થઈ રહ્યો છે? ફોનના આ સેટિંગ તરત બંધ કરો

સ્માર્ટફોન હવે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સાથે ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સ પણ લોકો ખૂબ ઉપયોગ કરે છે.

Insta Reelsમાં લોકો કલાકો પસાર કરે છે. જેમાં ફોનની બેટરીની સાથે ઘણો બધો ડેટા પણ ખર્ચ થાય છે.

ઈન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલા HDR વીડિયો પ્લેબેક ફીચર આવ્યું છે. આ ફીચરથી તમને કન્ટેન્ટ સારી ક્વોલિટીમાં દેખાય છે.

આ કારણે તમારા ફોનની બેટરી વધુ વપરાય છે. સાથે સ્ટાન્ડર્ડ ક્વોલિટી મુજબ વધારે ડેટા પણ ખર્ચ થાય છે.

તમે આ સેટિંગને ઓફ કરીને સરળતાથી ડેટા બચાવી શકો છો. ખાસ કરીને iPhone પર HDR ડિસેબલ કરવાનું ફીચર મળે છે.

આ માટે તમને Your Account અથવા Settingsમાં જવાનું રહેશે. અહીં તમને Media Qualityનો વિકલ્પ મળશે.

આ ઓપ્શન પર ક્લિક કરીને Disable HDR Video Playback ટોગલ ઓન કરો. આ બાદ તમને કન્ટેન્ટ SDR ક્વોલિટીમાં મળશે.

એન્ડ્રોઈડ ડિવાઈસ પર ડેટા સેવ કરવા તમારે સેટિંગમાં જવાનું રહેશે. આ માટે મોબાઈલ ડેટા સેટિંગ પર જવાનું રહેશે.

અહીં તમને Data Saver વિકલ્પ મળશે. તેના ટોગલને ઓન કરવાનું રહેશે. આમ કરવાથી રીલ્ડ એડવાન્સમાં લોડ નહીં થાય.