WhatsApp Image 2024 03 09 at 94418 AM

PM મોદીએ કાઝીરંગામાં જંગલ સફારીનો માણ્યો આનંદ, હાથી પર બેસીને કરી ફોટોગ્રાફી

image
WhatsApp Image 2024 03 09 at 94414 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અરુણાચલ પ્રદેશના 2 દિવસના પ્રવાસ પર છે.

WhatsApp Image 2024 03 09 at 94416 AM 1

પીએમ મોદી આજે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે હાથી પર સવારી કરવાની સાથે જ જીપ સફારી પણ કરી હતી. 

WhatsApp Image 2024 03 09 at 94417 AM

પીએમ મોદી આજે સવારે લગભગ 5 વાગે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે, જેઓ કાઝીરંગામાં રાત્રિ વિશ્વામ બાદ જંગલ સફારી પહોંચ્યા હતા.

પીએમ મોદીએ અહીં જીપમાં કાઝીરંગાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ પછી પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી હતી. 

તેમની મુલાકાત સાથે જોડાયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીએમ મોદી જંગલ સફારીની મજા માણી રહ્યાં છે. 

પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કની સુંદરતાને પોતાના કેમેરામાં પણ કેદ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નેશનલ પાર્કની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ સાથે પણ મુલાકાત કરી હતી.