નવા સંસદ ભવનની તસવીરો સામે આવી, જુઓ કેટલું ભવ્ય છે લોકતંત્રનું નવું મંદિર

દેશનું નવી સંસદ ભવન બનીને તૈયાર થઈ ગયું છે અને 28મી મેએ PM મોદી તેનું શુભારંભ કરશે.

ત્યારે નવા સંસદ ભવનની કેટલીક આકર્ષક તસવીરો સામે આવી છે, જેની ભવ્યતાએ લોકોનું દિલ જીતી લીધું છે.

સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત આ નવા સંસદ ભવનનું નિર્માણ કરાવવામાં આવ્યું છે.

PM મોદીએ ડિસેમ્બર 2020માં નવા સંસદની આધારશીલા મૂકી હતી. જેનું ટાટા પ્રોજેક્ટ લિમિટેડે નિર્માણ કર્યું છે.

આ બિલ્ડીંગને અમદાવાદના આર્કિટેક્ટ વિમલ પટેલે ડિઝાઈન કરી છે. 

નવા સંસદમાં ભારતના લોકતાંત્રિક વારસાને પ્રદર્શિત કરવા ભવ્ય સંવિધાન હોલ બનાવાયો છે.

ઉપરાંત એક લોન્જ, પુસ્તકાલય, સમિતિ કક્ષ, ભોજનાલય અને પાર્કિંગની પુરતી સુવિધા છે.

બંને ગૃહની સંયુક્ત બેઠક થાય તો નવી સંસદમાં 1280 સાંસદ બેસી શકશે. 

હાલના સંસદ ભવનમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 240 સદસ્યોને બેસવાની વ્યવસ્થા છે.

નવા સંસદ ભવનમાં 3 મુખ્ય ગેટ છે, જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મા દ્વાર.