RIP Pankaj Udhas: જેતપુરના ચારણ પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસની આ વાત તમે નહીં જાણતા હોવ
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન થયું છે.પંકજ ઉધાસ લાંબા સમયથી બીમાર હતા
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ રાજકોટના જેતપુરમાં એક ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો.
તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે.
તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે.
પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાંથી કર્યો હતો.
જે બાદ તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો.
તેમના દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા.
પંકજ ઉધાસના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓને અબ્દુલ કરીમ ખાને દિલરૂબા વગાડતા શીખવ્યું હતું
પંકજ ઉધાશે કરિયરની શરૂઆત 1980માં 'આહત' નામનો ગઝલ આલ્બમ બહાર પાડીને કરી હતી.
પંકજ ઉધાશે કરિયરની શરૂઆત 1980માં 'આહત' નામનો ગઝલ આલ્બમ બહાર પાડીને કરી હતી.
શું Vijay-Rashmika લગ્ન કરવા જઈ રહ્યા છે, એક્ટ્રેસેએ કરી પુષ્ટિ!
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો