શું તમે જાણો છો PM નરેન્દ્ર મોદીનો મોબાઈલ નંબર?

લોકસભાની ચૂંટણી માટે PM મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.

આ દરમિયાન પીએમ મોદીએ પોતાના ચૂંટણી સોગંદનામામાં મોબાઈલ નંબર અને ઈમેલનો પણ ખુલાસો કર્યો છે.

સોગંદનામા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, મારો ટેલિફોન નંબર 89******24 છે. સાથે જ તેમણે લખ્યું છે કે મારી ઈ-મેલ આઈડી narendermodi@narendrmodi.in છે.

પીએમ મોદી દ્વારા ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 3,02,06,889 રૂપિયા છે. 31 માર્ચ, 2024 સુધી તેમની પાસે 52,920 રૂપિયા રોકડા હતા.

જેમાંથી 28,000 રૂપિયા તેમણે ચૂંટણી ખર્ચ માટે ઉપાડી લીધા હતા. જ્યારે બચત ખાતા, FD સહિતની તમામ થાપણો રૂ. 2.85 કરોડ છે.

આમાં, SBIની ગાંધીનગર બ્રાન્ચમાં ખોલવામાં આવેલા ખાતામાં 73,304 રૂપિયા અને વારાણસી મતવિસ્તારમાં સ્થિત SBIના ખાતામાં 7000 રૂપિયા જમા છે.

PM મોદીનું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC ડિપોઝીટ) 9,12,000 રૂપિયા છે. આ સિવાય તેમની અન્ય સંપત્તિમાં ચાર સોનાની વીંટી પણ સામેલ છે, તેમના નામે કોઈ મકાન કે જમીન નથી.

ભારતના વડાપ્રધાનનો પગાર દર વર્ષે લગભગ 20 લાખ રૂપિયા છે. આ હિસાબે પીએમ નરેન્દ્ર મોદીનો પગાર લગભગ 2 લાખ રૂપિયા પ્રતિ માસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ લોન લીધી નથી