Anant Ambani scaled 1

મંગળવારે 50000000 રૂપિયાનું દાન... બુધવારે MPના આ મંદિરમાં પહોંચ્યા અનંત અંબાણી

image
Screenshot 2024 04 18 101727

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે.

Screenshot 2024 04 18 102209

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant-Radhika) આગામી 12મી જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

Screenshot 2024 04 18 101329

આ પહેલા અનંત અંબાણી બુધવારે રામનવમી (Ram Navami)ના દિવસે દતિયામાં પિતાંબરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા.

આસ્થાનું કેન્દ્ર ગણાતા મધ્યપ્રદેશના આ મંદિરે પહોંચીને તેમણે ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરી હતી.

અનંત અંબાણીએ ધૂમાવતી માતાની આરતીમાં ભાગ લીધો અને મહાભારત કાલીન વનખંડેશ્વર મહાદેવનો જલાભિષેક કર્યો હતો.

આ પહેલા મંગળવારે અનંત અંબાણી ગુવાહાટીના કામાખ્યા દેવીના મંદિરે પણ પહોંચ્યા હતા અને પૂજા કરી હતી.

રિપોર્ટ મુજબ, તેમણે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી પર આસામના આ મંદિરે દર્શન કર્યા અને 50000000 રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ ગુજરાતના જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન યોજાઈ હતી.

આ પછી હવે અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને આ દરમિયાન અનંત અંબાણી ઘણા મંદિરોમાં જતા જોવા મળે છે.