એક તરફ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની બોલિંગનો જાદુ ચલાવે છે, તો બીજી તરફ તેની પત્ની ધનશ્રી વર્મા તેના ડાન્સ મૂવ્સથી ફેન્સને દીવાના બનાવે છે. આમ તો ધનશ્રી તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે.
ધનશ્રી વર્મા તેના શાનદાર લુક્સ માટે પણ જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. યુટ્યુબર અને ઈન્ફ્લૂએન્સર ધનશ્રી તેની સુંદરતાથી બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
ધનશ્રીની સુંદરતામાં તેના લાંબા અને કાળા વાળ પણ ચાર ચાંદ લગાવે છે. સામાન્ય રીતે દરેક મહિલા ઈચ્છે છે કે તેના વાળ ધનશ્રી જેવા લાંબા અને સુંદર દેખાય. તમે આ ટ્રિક્સ દ્વારા ધનશ્રી જેવા વાળ બનાવી શકો છે.
વાળને કાળા અને લાંબા બનાવવા માટે આયુર્વેદમાં ઘણી રીતો જણાવવામાં આવી છે. તમે શિકાકાઈ, સૂકા આમળા, અરીઠા, મેથીના દાણાનો ઉપયોગ કરીને દેશી શેમ્પૂ બનાવી શકો છો. આ શેમ્પૂની કોઈ આડઅસર નથી અને તેના નિયમિત ઉપયોગથી ફાયદો પણ ઘણો થાય છે.
ઉનાળામાં વાળને નાળિયેર તેલથી માલિશ કરવા જોઈએ. એવું કહેવાય છે કે ધનશ્રી પણ હેર ઓયલિંગની દેશી રીતને અજમાવે છે. વાળમાં તેલ લગાવવાથી તેને સારું પોષણ મળે છે.
તમારા વાળને સુંદર બનાવવા અને તેને હાઈડ્રેટ રાખવા માટે તમે ડુંગળીના રસની મદદ પણ લઈ શકો છો. ડુંગળીના રસને રૂની મદદથી સ્કેલ્પ પર લગાવો અને થોડવાર બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.
ધનશ્રી ડાયટમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરતી નથી. ધનશ્રીની જેમ તમે પણ ડાયટમાં લીલા શાકભાજી અને ફળ જરૂર ખાવ. પોષક તત્વો દ્વારા હેર ગ્રોથ સારો થાય છે.