હોળીના રંગોથી વાળને બચાવવા માટે આટલું કરો

હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હોળી પર દરેક લોકો એકબીજાને રંગ-ગુલાલ લગાવે છે. ઘણીવાર ગાલોની સાથે-સાથે વાળ પર પણ કલર લાગી જાય છે.

વાળમાં કલર લાગવાથી ઘણીવાર સ્કેલ્પમાં ખંજવાળ અને ઈન્ફેક્શન થઈ જાય છે.

ચાલો જાણીએ હોળીના રંગોથી વાળ અને સ્કેલ્પનું ધ્યાન રાખવા શું કરવું.

હોળી રમ્યા બાદ 2-3 વખત વાળને શેમ્પૂથી વાળ ધોવા જોઈએ. તેનાથી સ્કેલ્પમાંથી રંગ નીકળી જશે.

વાળ ધોયા બાદ દહીંમાં લીંબુ મિક્સ કરીને વાળમાં લગાવો. તેનાથી વાળ ડીપ કંડીશનિંગ થઈ જાય છે.

વાળ અને સ્કેલ્પમાં રંગ લાગી જાય છે તો વાળ ડ્રાઈ થઈ શકે છે. તેથી શેમ્પૂ કર્યા બાદ વાળમાં તેલ લગાવી શકો છો.

નાળિયેરના પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને વાળમાં લગાવો. તેનાથી વાળ સોફ્ટ થશે અને હાઈડ્રેટેડ રહેશે.

ગુલાબ જળ નેચરલ મોશ્ચરાઈઝરનું કામ કરે છે. ગુલાબ જળમાં મધ મિક્સ કરીને વાળમાં લગાવવાથી સ્કેપમાં ખંજવાળમાંથી રાહત મળે છે.