PNB ના એકાઉન્ટધારકોએ 19 માર્ચ પહેલા પતાવી લેવું આ કામ... નહીં તો એકાઉન્ટ થઈ જશે ફ્રીઝ

જો તમારું પણ પંજાબ નેશનલ બેંક (PNB) માં એકાઉન્ટ છે તો તમારે 19 માર્ચ પહેલા એક કામ પતાવી લેવું જોઈએ.

PNB એ પોતાના ગ્રાહકોને કહ્યું કે, આ કામ 19 માર્ચ પહેલા ન પતાવ્યું તો એકાઉન્ટ ફ્રીઝ પણ થઈ શકે છે.

એકાઉન્ટ ફ્રીઝ થયા પછી તમે કોઈપણ પ્રકારની લેવડદેવડ કરી શકશો નહીં. સાથે જ સબસિડી અને ITR રિફંડ પણ ખાતામાં નહીં આવે. 

વાસ્તવમાં જે લોકોએ તેમના પંજાબ નેશનલ બેંક એકાઉન્ટમાં કેવાઈસી (KYC) ડિટેલ અપડેટ નથી કરાવી, તેમણે 19 માર્ચ 2024 પહેલા કરાવવી પડશે.

બેંકે કહ્યું કે, આ ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશને અનુરુપ છે. પહેલા આ તારીખ 31 ડિસેમ્બર, 2023 હતી, જેને બાદમાં લંબાવવામાં આવી હતી. 

KYC અપડેટ કરાવવા માટે ગ્રાહકે આધારકાર્ડ, ઓળખનું પ્રમાણ, સરનામાનો પુરાવો, તાજેતરનો ફોટો, પાનકાર્ડ, આવકનો દાખલો, મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટ બ્રાન્ચને આપવા પડશે. 

બેંકે ગ્રાહકોને SMS દ્વારા એલર્ટ પણ મોકલ્યું છે. બેંકે એવું પણ જણાવ્યું છે કે જો ગ્રાહકોએ 19 માર્ચ સુધીમાં કેવાઈસીની પ્રોસેસ પૂર્ણ નહીં કરે તો એકાઉન્ટ ફ્રીઝ પણ થઈ શકે છે.

આ કારણ તમારી બ્રાન્ચમાં જઈને છેલ્લી તારીખ પહેલા કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે.