ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે બેસન (ચણાના લોટ)નો ઉપયોગ ઘણા દાયકાઓથી કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ બેસનથી ફેશિયલ કેવી રીતે કરવું?
ફેશિયલનું પહેલું સ્ટેપ ક્લિઝિંગ છે, જેમાં સ્કિનને ડીપ ક્લિન કરવાની હોય છે. આ માટે ચણાના લોટમાં દહીં મિક્સ કરો અને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો.
5-6 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઈ લો. તેનાથી સ્કિન એકદમ સાફ થઈ જશે.
ફેશિયલનું બીજું સ્ટેપ સ્કિનને પોષણ આપવાનું છે. તેના માટે ચણાના લોટમાં એક ચપટી હળદર અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી સાદા પાણીથી ચહેરાને ધોઈ લો.
ફેશિયલનું ત્રીજુ સ્ટેપ છે સ્ક્રબિંગ. તેમાં સ્કિનના ડેડ સેલ્સ કાઢવાના હોય છે. આ માટે બેસમમાં પીસેલું ઓટ્સ, કાચું દૂધ અને થોડો કોર્ન ફ્લોર મિક્સ અને ચહેરાને હળવા હાથે મસાજ કરો.
ફેશિયલના ચોથા સ્ટેપમાં ફેસ પેક લગાવવાનું હોય છે, જેના માટે ચણાના લોટમાં લીંબુનો રસ અને મલાઈ મિક્સ કરવાની છે અને ચહેરા પર લગાવવાનું છે. આ ફેસ પેકને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરાને ધોઈ લો.