શું દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ? અહીં જાણી લો

દહીં ગુડ બેક્ટેરિયા અને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

દહીંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરેકના ઘરમાં દહીં દરરોજ ખાવામાં આવે છે.

બાળકો હોય કે મોટા દરેકને દહીં ખાવાનું પસંદ હોય છે. કેટલાક લોકો ખાંડની સાથે દહીં ખાય છે તો કેટલાક મીઠાની સાથે.

જમતી વખતે મોટાભાગના લોકો દહીમાં મીઠું મિક્સ કરીને ખાય છે, પરંતુ શું દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવું જોઈએ કે નહીં.

દહીંમાં કેલેરી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન-ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લેક્ટોઝ જેવા પોષક તત્વો પણ મળી આવે છે.

જો તમે દરરોજ દહીંમાં મીઠું ભેળવીને ખાઓ છો તો પિત્ત અને કફની સમસ્યા વધી શકે છે. દહીંમાં હલકું જીરું ખાઈ શકાય છે.

દહીંમાં મીઠું મિક્સ કરવાથી તમારા પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેનાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.