આ એક્ટર સાથે રિલેશનશીપમાં રહી ચૂક્યા છે 'બબીતાજી', વેલેન્ટાઈન ડેના દિવસે કરી હતી મારપીટ

5 jan 2023

'તારક મહેતા'માં બબીતાજીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા મુનમુન દત્તા પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.

ઘણી રિપોર્ટમાં દાવો કરાયો હતો કે મુનમુન દત્તાએ એક્ટર રાજ અનડકટે સગાઈ કરી લીધી છે.

જોકે મુનમુન દત્તા અને રાજ બંને આ ખબર ફેક હોવાનું સોશિયલ મીડિયા પરથી જણાવ્યું હતું.

આ વચ્ચે હવે મુનમુન દત્તાના જૂની રિલેશનશીપની ચર્ચાઓ ફરી થઈ રહી છે.

એક સમયે મુનમુન દત્તાએ એક્ટર અરમાન કોહલીને ડેટ કર્યો હતો. જોકે બંનેના સંબંધ વધારે લાંબા નહોતા ચાલ્યા.

2008માં તેમના સંબંધની શરૂઆત થઈ હતી અને આ વર્ષે બ્રેકઅપ થઈ ગયું હતું.

હકીકતમાં વેલેન્ટાઈન ડેના દિવસે મુનમુન અને અરમાન વચ્ચે કોઈ વાત પર લડાઈ થઈ ગઈ હતી. 

આ દરમિયાન અરમાને મુનમુન પર હાથ ઉઠાવ્યો હતો અને મારપીટ કરી હતી, જેનાથી એક્ટ્રેસ ખૂબ દુઃખી થઈ હતી અને બ્રેકઅપ કરી લીધું.