ચિરાગ પાસવાનના પ્રેમમાં પડી આ એક્ટ્રેસ, ખુલ્લેઆમ કર્યો ઈઝહાર
લોકસભા 2024ની ચૂંટણી જીત્યા બાદથી જ ચિરાગ પાસવાન ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ વધી ગઈ છે.
તેમના લુક્સ અને સ્ટાઈલ પર છોકરીઓ ફિદા થઈ રહી છે. તો ભોજપુરી એક્સ્ટ્રેસ નિશા દુબેએ પણ ખુલ્લેઆમ ચિરાગ પાસવાનને પ્રેમનો ઈઝહાર કર્યો છે.
25 વર્ષની એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર ચિરાગ પાસવાનનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ મંત્રી પદની શપથ લેતા જોવા મળી રહ્યા છે.
વીડિયોના બ્રેકગ્રાઉન્ડમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો એક ડાયલોગ સંભળાઈ રહ્યો છે કે 'ઔરતો કો આખિર ચાહિયે ક્યાં?'
આ પછી ચિરાગ પાસવાનનો વીડિયો આવી જાય છે, જેમાં તેઓ પોતાનું નામ લેતા જોવા મળી રહ્યા છે.
ચિરાગ પાસવાનનો વીડિયો શેર કરીને નિશાએ લખ્યું છે કે, 'ક્રશ, યાર યે બંદા ઈતના ક્યૂટ હૈ.'
એક્સ્ટ્રેસના વીડિયો પર ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેને લખ્યું- લગ્ન કરી લો. તો અન્ય એક ફેને લખ્યું કે- ક્યૂટ તો છે.
નિશા દુબે ભોજપુરીની જાણીતી એક્ટ્રેસ છે. કરિયરની શરૂઆતમાં તેનું નામ અરવિંદ અકેલા કલ્લુ સાથે જોડાયું હતું. જોકે, થોડા સમય બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.