કામ ન મળતા બિઝનેસવુમન બની ગઈ, ક્યાં ગાયબ છે 'તારક મહેતા'ની આ એક્ટ્રેસ?
5 jan 2023
ટીવી અને બોલિવૂડની ઘણી એક્ટ્રેસ એક્ટિંગના કામની સાથે કરોડોનો બિઝનેસ પણ સંભાળે છે. સિંપલ કૌલ પણ આવી જ એક્ટ્રેસમાંથી એક છે.
સિંપલ ટીવી પર 'કુસુમ', કટુંબ, યે મારી લાઈફ હૈ, ખિચડી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને શરારત જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે.
હવે અચાનક એક્ટ્રેસને કામ મળતું બંધ થઈ ગયું છે અને તે પડદા પરથી ગાયબ થઈ ગઈ છે. છેલ્લીવાર 'જિદ્દી દિલ માને ના' શોમાં તે જોવા મળી હતી.
Times Nowને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કામ અને પર્સનલ લાઈફ પર ઘણી વાત કરી. તેણે જણાવ્યું કે આજકાલ તે શું કરી રહી છે.
એક્ટ્રેસે કહ્યું કે, તેણે ટીવી પર ખૂબ કામ કર્યું. હવે તે સારા પ્રોજેક્ટ્સ શોધી રહી છે. ફિલ્મો અને OTT પર પણ તે કામ માટે તૈયાર છે.
સિંપલ કહે છે, તેણે એક્ટિંગ છોડી નથી. તેણે પૈસા માટે રેસ્ટોરા બિઝનેસ શરૂ કર્યો. જેને તે પોતાની મિત્ર અદિતિ મલિક સાથે ચલાવે છે.
સિંપલે કહ્યું- મારા ઘણા રેસ્ટોરાં છે. એક્ટિંગ મારી પ્રોફેશન છે, પરંતુ હું રેસ્ટોરાં સંભાળી રહી છું, જેથી પૈસાની તંગી ન આવે.
એક્ટ્રેસે જણાવ્યું કે હાલ તેનો ફોકસ બિઝનેસ પર છે. આગળ સારો રોલ મળશે તો તે જરૂર તેને કરશે.
કોણ છે Priyanka Chopra ની ભાભી? સિદ્ધાર્થ બન્યો ગુજરાતનો જમાઈ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ