એકબીજાના થયા સોનાક્ષી-ઝહીર, જુઓ લગ્નની Exclusive તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન થઈ ગયા છે. બંનેના કોર્ટ મેરેજની તસવીર સામે આવી છે.

એક ફોટોમાં ઝહીર પોતાની બેગમ સોનાક્ષીના હાથને કીસ કરી રહ્યો છે, જ્યારે પિતા ક્ષત્રુધ્ન સિંહા હાથ પકડીને ઊભા છે.

ત્રીજા ફોટોમાં ઝહીર અને સોનાક્ષી બંને રોમાન્ટીક પોઝ આપતા દેખાઈ રહ્યા છે અને ઝહીરના પિતા પાસે ઊભેલા છે.

જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર હવે લગ્નનું રિસેપ્શન આપશે. ફેન્સ બંનેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફેન્સ સોનાક્ષીના લૂક પર ફીદા થઈ રહ્યા છે. એક્ટ્રેસે લગ્નમાં ક્રીમ કલરની સિમ્પલ સાડી પહેરી હતી.

સોનાક્ષી અને ઝહીર પાછલા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે બંને સાત જન્મોના બંધનમાં બંધાઈ ચૂક્યા છે.

પિતા શત્રુધ્ન સિંહા અને માતા પૂનમ સિંહા સોનાક્ષીના લગ્નથી ખુબ ખુશ છે.