સારા અલી ખાન અને શુભમન ગિલે એકબીજાને અનફોલો કર્યા, જાણો શું છે મામલો?

ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ હાલ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને લઈને ચર્ચામાં છે.

ગિલ અને સારાને ઘણીવાર સાથે જોવાયા છે. એક ચેટ શોમાં ગિલે પોતાના અફેરની વાત પણ સ્વીકારી હતી.

જોકે અફેરને લઈને સારા અને ગિલ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન નથી આવ્યું, પરંતુ બંનેને સાથે જોવાયા છે.

પરંતુ હવે લાગે છે કે સારા અને ગિલ વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યું અને બંનેના બ્રેક-અપની ખબર આવી રહી છે.

આ વચ્ચે ટેલીચક્કરે દાવો કર્યો છે કે ગિલ અને સારાએ એકબીજાને સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધા છે.

જોકે ગિલ અને સારાના અફેર અને બ્રેકઅપને લઈને બંને તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યુ નથી.

પંજાબી ચેટ શો 'દિલ દિયા ગલ્લા'માં ગિને પૂછાયું હતું કે તે સારાને ડેટ કરી રહ્યો છે? જવાબમાં તે બોલો હતો- કદાચ.