Screenshot 2024 04 05 145724

પુષ્પાની 'શ્રીવલ્લી'નો દમદાર લુક, Viral થયું પોસ્ટર

image
Screenshot 2024 04 05 145810

આજે રશ્મિકા મંદાનાનો જન્મદિવસ છે. આ ખાસ દિવસે અભિનેત્રીના ફેન્સને મોટું સરપ્રાઈઝ મળ્યું છે.

Screenshot 2024 04 05 145845

પુષ્પા 2 ધ રૂલની અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. શ્રીવલ્લીના રોલમાં ફરી એકવાર રશ્મિકા મંદાના ધૂમ મચાવશે.

Screenshot 2024 04 05 145904

પુષ્પા ફિલ્મના પહેલા પાર્ટની ભોળી શ્રીવલ્લી હવે પહેલાથી વધારે ચાલાક બની ગઈ છે. પોસ્ટરમાં તેનો ઈન્ટેન્સ લુક જોવા મળ્યો છે.  

તેની આંખોમાં અગ્રેશન જોવા મળે છે. રશ્મિકા ગ્રીન સિલ્ક સાડી, ગાળામાં સોનાનો હાર, કમરબંધ પહેરીને જોરદાર લાગી રહી છે.

પુષ્પા (અલ્લુ અર્જુન) સાથે લગ્ન બાદ તેનો ઠાઠ પણ વધી ગયો છે. પહેલા કરતા આ વખતે શ્રીવલ્લી દમદાર લાગી રહી છે.

પોસ્ટરમાં રશ્મિકા પોતાના એક હાથથી આંખને હાઈલાઈટ કરતા યુનિક જેસ્ચર કરી રહી છે. તેનો આ અંદાજ પણ ફેન્સને પસંદ આવ્યો છે.

પુષ્પા ફિલ્મમાં રશ્મિકા મંદાનાનો આ લુક જોઈને ફેન્સ પણ ઈમ્પ્રેસ થઈ ગયા છે. લોકો તેને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.  

આ ફિલ્મની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.

ફિલ્મનું ટીઝર 8 એપ્રિલે રિલીઝ થશે. 3 દિવસ પછી 'પુષ્પા'ની પહેલી ઝલક જોવા મળશે.