05 APR 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીનો જાદુ જોરદાર ચાલી રહ્યો છે
માહીએ દિલ્હી કેપિટલ્સ સામે 37 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેને ફેન્સના દિલમાં ઘર કરી દીધું છે
હવે ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સાઈકલની સવારી સાથે ગીત પણ ગાય રહ્યો છે
આ ગીત ધોનીએ પોતે ગાયું છે. જો કે, આ વીડિયો એક સાયકલ કંપનીની જાહેરાતનો છે
o_4MBjNIQIH3D0l0
o_4MBjNIQIH3D0l0
આ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીને કેઝ્યૂઅલ લૂકમાં ઇલેક્ટ્રિક સાઇકલ રોડ પર ચલાવતો નજરે પડી રહ્યો છે
આ વીડિયોએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે
મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દીધી હતી
આ પછી યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો
ગત સિઝનમાં એમએસ ધોનીએ ડાબા ઘૂંટણમાં દુખાવો હોવા છતાં ચેન્નાઈને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું