GJGjKk7WUAAHPcP

Photos: રામલલાની ભક્તિમાં ડૂબી પ્રિયંકા ચોપરા...પુત્રી અને પતિ સાથે પહોંચી અયોધ્યા

image
Screenshot 2024 03 20 161856

અયોધ્યામાં જ્યારેથી પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા છે, ત્યારથી દેશ-દુનિયામાંથી લાખો રામ ભક્તો અયોધ્યા પહોંચીને દર્શન અને પૂજા કરી રહ્યા છે.

GJGjNMiWUAASgiT

ત્યારે આજે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ તેના પતિ અને પુત્રીની સાથે અયોધ્યા પહોંચી હતી.

Screenshot 2024 03 20 161412

જ્યાં તેણે રંગભરી એકાદશી નિમિત્તે રામલલાના દર્શન કર્યા હતા. સાથે જ પ્રભુ શ્રી રામની તસવીર પણ લીધી હતી.

પરિવારની સાથે રામ મંદિરના દરબારમાં પહોંચી પ્રિયંકા ચોપરાનું પુજારીઓએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ટ્રસ્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા. 

પ્રભુ શ્રીરામના દરબારમાં પરિવાર સાથે પહોંચીને પ્રિયંકા ચોપરા પણ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

પુજારી પ્રદીપ દાસે જણાવ્યું કે, પ્રભુ શ્રી રામના આશીર્વાદ લઈને પ્રિયંકા ચોપરા ખૂબ જ ઉત્સાહિત હતી.

અયોધ્યામાં રામલલાના આશીર્વાદ લીધા બાદ પ્રિયંકા ચોપરા મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ ખાતે પહોંચી હતી.