Alia Bhatt : સાડીના કારણે ફરી ચર્ચામાં આવી આલિયા ભટ્ટ
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની એક્ટિંગની સાથે સાથે ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
તાજેતરમાં હોપ ગાલા ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ સાડી પહેરીને પહોંચી હતી, જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી.
આ ઈવેન્ટની તસવીરો પણ સામે આવી છે, તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આલિયાનો આ લુક કેટલો સુંદર લાગી રહ્યો છે.
આલિયાની વિન્ટેજ સાડીનો ઉલ્લેખ અબુ જાની-સંદીપ ખોસલા લેબલના ઈન્સ્ટાગ્રામ પર કરાયો છે.
તેઓએ ઈન્સ્ટાગ્રામ પર સાડી વિશે લખ્યું છે કે, આ સાડી 30 વર્ષ પહેલા 1994માં બની હતી. 3500 કલાકની મહેનત બાદ સાડી તૈયાર થઈ હતી.
આ સાડી પર અલગ-અલગ રીતે કામ કરવામાં આવ્યું છે. લુકને સ્પેશિયલ અને ક્લાસી બનાવવા માટે સાડી અને ડિઝાઈનના કલર કોમ્બિનેશનને સારી રીતે પસંદ કરવામાં આવ્યું છે.
આલિયા ભટ્ટના ડિઝાઈનર બ્લાઉઝને કારણે તેનો લૂક વધારે આકર્ષક લાગી રહ્યો હતો. બ્લાઉઝ આગળથી સાદું રાખવામાં આવ્યું છે.
બ્લાઉઝમાં પાછળના ભાગે મોતીનો ઉપયોગ કરાયો છે. અલગ-અલગ બ્રોકેડથી બનેલા બ્લાઉઝમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે.