Amitabh Bachchan: કોરોનાથી લઈને TB ને હરાવી ચૂક્યા છે બોલિવૂડના શહેનશાહ
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે , 81 વર્ષના બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આજે સવારે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, તેમને આજે સવારે જ ભારે સિક્યોરિટીની સાથે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
'કૌન બનેગા કરોડપતિ 15'માં તેમણે કહ્યું હતું કે, તેમને માયસ્થેનિયા ગ્રેવિસ નામની ગંભીર બીમારી થઈ ગઈ હતી. જેમાં તેઓ બોલી કે ચાલી શકતા નહોતા. આ મુશ્કેલ સમયમાં ડાયરેક્ટર મનમોહન દેસાઈએ ઘણી મદદ કરી હતી.
અમિતાભ બચ્ચન 40 વર્ષથી લીવરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. 'કુલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં લીવર ખરાબ રીતે ડેમેજ થયું હતું.
આજે પણ તેમને ઘણીવાર પેટમાં દુખાવો થતો હોય છે. તેમને હિપેટાઈટિસ B થયું છે, જેને કારણે તેમનું લીવર 75 ટકા ખરાબ થઈ ગયું છે.
અમિતાભ બચ્ચને અસ્થમા, ટીબી, ડાઈવર્ટિક્લુલાઈટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન જેવી બીમારીઓ થઈ ચૂકી છે. તો તેઓ કોરોના વાયરસની ઝપેટમાં પણ આવી ચક્યા છે.