Screenshot 2024 04 05 160405

Arti Singh: ગોવિદાની ભાણીને બોયફ્રેન્ડે મંદિરમાં કર્યું પ્રપોઝ, ક્યારે કરશે લગ્ન?

image
Screenshot 2024 04 05 162039

ગોવિંદાની ભાણી આરતીસિંહ ટૂંક સમયમાં જ દુલ્હન બનવા જઈ રહી છે. તેમના થનારા પતિ નવી મુંબઈના બિઝનેસમેન દીપક ચૌહાણ છે.

Screenshot 2024 04 05 162053

અભિનેત્રીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા પોતાના લગ્નની તારીખ કંન્ફોર્મ કરી છે. તેઓ 25 એપ્રિલે મુંબઈમાં લગ્ન કરશે.

Screenshot 2024 04 05 162113

આરતીસિંહની પ્રી-વેડિંગ સેરેમનીમાં મહેંદી અને હલ્દી યોજાશે. એભિનેત્રીએ કહ્યું કે, તેઓ લવ નહીં એરેન્જ મેરેજ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, હાલ તેમનો કોર્ટશિપ પીરિયડ ચાલી રહ્યો છે. જ્યાં તેઓ અને દીપક ચૌહાણ એકબીજાને સમજી રહ્યા છે.

આરતીસિંહે કહ્યું કે, અમે ગત વર્ષે 23 જુલાઈએ પહેલીવાર વાતચીત કરી હતી. તેમના જન્મદિવસ બાદ અમે મળ્યા હતા.

અમારા લગ્નના પ્રસ્તાવને પરિવારની મંજૂરી મળી. 1 જાન્યુઆરીએ દિપકે દિલ્હીમાં ગુરુજીના મંદિરમાં મને પ્રપોઝ કર્યું અને મને રિંગ પહેરાવી.

મેં જવાબમાં હા કહ્યું. તે ક્ષણને હું મારી સગાઈ માનું છું. તેઓ મારા જીવનમાં સ્થિરતા અને શાંતિ લઈને આવ્યા છે.

હનીમૂન વિશે તેમણે કહ્યું કે, હજુ અમે તેના વિશે વિચારી રહ્યા છીએ. પરંતુ કોઈ પ્લાન ફિક્સ થયો નથી. હું લગ્ન બાદ મંદિર જવા માંગુ છું.

નવા ઘરમાં સેટલ થવાને લઈને હું ખૂબ જ ખુશ છું. મારા માટે આ બધુ હનીમૂનથી વધારે જરૂરી છે.