ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે લોકપ્રિય કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા નહીં જોયો હોય. તેના દરેક પાત્રનું દર્શકોના દિલમાં એક અલગ જ સ્થાન છે, પરંતુ આજે અમે આપને જે પાત્રની વાત કરવા જઈ રહ્યા છીએ, તેમની સુંદરતાના લોકો દિવાના છે.
અમે વાત કરી રહ્યા છે શૉમાં બબીતાજીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તાની. મુનમુનની સ્કિન જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે તે 33 વર્ષની છે. ચાલો જાણીએ કે તે પોતાની સ્કિનને ચમકદાર અને યુવાન રાખવા માટે શું કરે છે.
મુનમુનનું માનવું છે કે સૌથી પહેલા ચહેરાને ક્લિનિંગ કરો. જો તમે તમારા ચહેરા પર મેકઅપ લગાવ્યો છે, તો તમારે પહેલા તેને મેકઅપ રિમૂવરથી દૂર કરવો જોઈએ.
આ પછી તમારે સ્કિન ટાઈપ પ્રમાણે પસંદ કરેલા ફેસ વોશથી ચહેરો સાફ કરવો જોઈએ. જો તમારી સ્કિન ઓઈલી છે તો જેલ બેસ્ડ ફેસ વોશનો ઉપયોગ કરો અને જો તે ડ્રાઈ છે તો ક્રીમ બેસ્ડ ફેસ વોશથી ચહેરો સાફ કરવો જોઈએ તેવું મુનમુન દત્તાનું માનવું છે.
ચહેરાને સાફ કર્યા બાદ તમારે ચહેરાને ટોનિંગ કરવું જોઈએ, કારણ કે તેની મદદથી ત્વચાના છિદ્રો (પોર્સ) બંધ થઈ જાય છે. સારું ટોનર ત્વચાના છિદ્રો (પોર્સ)ને ઘટાડવામાં મદદ કરે છે. આનાથી સ્કિનના સેલ્સ પણ રિપેર થાય છે. આટલું જ નહીં તેનાથી ત્વચામાં ચમક આવે છે.
મુનમુન માને છે કે ચહેરાને મોઈશ્ચરાઈઝ કરવું ખૂબ જ જરૂરી છે. ક્લીનિંગ અને ટોનિંગ કર્યા પછી ત્વચાના પોર્સ ખુલી જાય છે. મોઈશ્ચરાઈઝર લગાવીને તમે તે પોર્સની સાઈઝને કમ્પ્રેસ કરી શકો છો. તમે રાત્રે નાઈટ ક્રીમ પણ લગાવી શકો છો.
મુનમુન કહે છે કે રાત્રે ચહેરા પર મસાજ કરવાથી ઘણો ફાયદો થાય છે. આનાથી બ્લડ સર્કુલેશન થાય છે, સાથે જ સ્કિનમાં ચમક પણ આવે છે.
એક રિપોર્ટ મુજબ બબિતાજી મસાજ માટે રોલરનો ઉપયોગ કરે છે. તમે આ પણ કરી શકો છો, તમને માર્કેટમાં ઘણા પ્રકારના રોલર્સ મળી જશે.