Credit: સો.મીડિયા
બોલિવૂડ એક્ટ્રેસ આયશા ટાકિયાને લાંબા સમય બાદ મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવી હતી.
વધેલું વજન અને બદલાયેલા લૂકના કારણે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.
યુઝર્સનું કહેવું છે કે પ્લાસ્ટિક સર્જરીથી એક્ટ્રેસે પોતાનો ચહેરો ખરાબ કરી નાખ્યો છે.
ઘણા લોકોએ એક્ટ્રેસના વધેલા વજન પર પણ સવાલ ઉઠ્વાય છે. હવે આયેશાએ સોશિયલ મીડિયા પોસ્ટથી ટ્રોલ્સને જવાબ આપ્યો.
આયેશાએ પોતાની એક તસવીર પોસ્ટ કરીને 'પ્રેમ અને શાંતિ'નો મેસેજ આપ્યો છે.
એક્ટ્રેસે લખ્યું કે, આ તમારા હાથમાં નથી કે લોકો તમારી એનર્જી કેવી રીતે લે છે, શક્ય હોય તેટલું કામ ઈમાનદારી અને પ્રેમથી કરો.
આયેશાએ ટાર્ઝન ધ વન્ડર કાર, વોન્ટેડ અને દિલ માંગે મોર જેવી ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી. લગ્ન બાદથી તે ફિલ્મોથી દૂર છે.