એક સમયના સૌથી ધનિક Anil Ambani જામનગરમાં એકદમ સિમ્પલ લૂકમાં દેખાયા

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની પ્રી-વેડિંગ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગને લઈને જામનગર જમગમી રહ્યું છે, દેશ-દુનિયાની હસ્તીઓ અહીં પહોંચી રહી છે.

1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલનારી આ ઈવેન્ટમાં પહેલા દિવસે જ આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળશે.

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પોતાના ભત્રીજાના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરિવાર સાથે પહોંચ્યા હતા.

આ દરમિયાન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી તેમની સાથે જોવા મળી હતી. 

અનિલ અંબાણી ત્યાં પોતાના પરિવાર સાથે ફોટો સેશન દરમિયાન પુત્ર અને વહુ સાથે જોવા મળ્યા હતા. 

અનિલ અંબાણી જામનગરમાં ઈવેન્ટ સ્થળ પર એકદમ સિમ્પલ લૂકમાં જીન્સ અને શર્ટ પહેરીને પહોંચ્યા હતા.