Anant-Radhika ના ફંક્શનમાં પરફોર્મ કરવાના રિહાના લેશે આટલા રૂપિયા, સાંભળીને ઉડી જશે તમારા હોશ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જામનગરમાં ત્રણ દિવસની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ચૂકી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પૉપ સ્ટાર રિહાના પણ પરફોર્મ કરશે. તે ગુરુવારે જ જામનગર પહોંચી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર તેના રિહર્સલ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, રિહાના અંબાણીના ફંક્શનમાં તેના હિટ ગીતો પર પરફોર્મ કરશે. 

જેમાં ડાયમંડ, ઓલ ઓફ ધ લાઈટ્સ, વી ફાઉન્ડ લવ ઈન અ હોપલેસ પ્લેસ, વેયર હૈવ યૂ બીન, ડોન્ટ સ્ટોપ ધ મ્યૂઝિક, ઓનલી ગર્લ (ઈન ધ વર્લ્ડ) સામેલ છે.

આ તો વાત હતી રિહાનાના પરફોર્મન્સની, પરંતુ શું તમે જાણો છો કે રિહાના પરફોર્મ કરવા માટે કેટલી ફી લેવા જઈ રહી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિહાના અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે 60-70 કરોડ રૂપિય ફી લેશે.

આમાં રિહાનાના ગ્રુપમાં સામેલ થનારા સ્ટેજ ઈક્યૂમેન્ટ્સ, તેમના અને બેકગ્રાઉન્ડ ડાન્સર્સના આઉટફીટનો ખર્ચ પણ સામેલ છે. 

જો કે, અંબાણીના લગ્નમાં પરફોર્મ કરનારી રિહાના પહેલી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી નથી. બેયોન્સ 2018માં ઈશા અંબાણીના સંગીત સેરેમનીમાં આવી હતી.