પોપ્યુલર 'કચ્ચા બદામ ગર્લ'ને કોણ નથી જાણતું? અંજલી અરોરા આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તેણે TikTokથી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ જ્યારે આ એપ રાતોરાત બંધ થઈ ગઈ, ત્યારે અંજલીને લાગ્યું કે તેની જિંદગી ખતમ થઈ ગઈ.
તાજેતરમાં, ટેડ ટોક્સમાં અંજલીએ તેની આખી સફર વર્ણવી, જેને સાંભળીને દરેક ભાવુક થઈ ગયા.
અંજલીના પિતા લારી પર ચપ્પલ વેચતા હતા. અંજલિએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય આટલી મોટી સોશિયલ મીડિયા સેન્સેશન બની જશે.
અંજલિએ સ્કૂલ પૂરી કરી અને કોલેજમાં એડમિશન લીધું. ત્યાં રાજનીતિમાં એન્ટ્રી કરી. કોલેજના પ્રમુખ તરીકે ચૂંટાઈ.
લોકડાઉન લાગ્યું, આ દરમિયાન તેમના હાથમાં 18 હજાર રૂપિયાની ઈન્ટર્નશિપ હતી, પરંતુ ફ્લાઈટ્સ વગેરે બંધ થવાના કારણે તે આ ઈન્ટર્નશિપ પર ન જઈ શકી.
ઘરે બેસીને અભિનેત્રીએ TikTok પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેણે એક લાખ લોકોની ફેન ફોલોઈંગ મેળવી લીધી. 300 રૂપિયાની એક જાહેરાત મળી જે અંજલીનો પહેલો પગાર હતો.
ત્યારબાદ સરકારે TikTok એપ પર પ્રતિબંધ લગાવી દીધો. અંજલીએ જણાવ્યું કે આ દિવસે તે ખૂબ જ રડી.
પછી જ્યારે તેણે જોયું કે લોકો ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને તેમના ફેન્સને કહી રહ્યા છે કે ટિકટોકની જગ્યાએ તેઓ ઈન્સ્ટા પર એક્ટિવ રહેશે, તો તેઓ પણ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઈ ગયા.
લાઈવ દરમિયાન અંજલીના એક લાખ ફોલોઅર્સથી 5 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. જ્યારે અંજલીએ 'કચ્ચા બદનામ' ગીત પર રીલ બનાવી તો તે રાતોરાત વાયરલ થઈ. તેના 8 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા.
ત્યારબાદ અંજલીને એકતા કપૂરનો ફોન આવ્યો.તેઓ અંજલીને 'લોકઅપ' માટે બોલાવી રહ્યા હતા. પહેલા તો અંજલીએ ના પાડી હતી, પરંતુ પછીથી રાજી થઈ ગઈ.
અંજલીને લાગ્યું કે તે એક કે દોઢ અઠવાડિયામાં શોમાંથી બહાર થઈ જશે, પરંતુ તેને લોકોનો પ્રેમ મળ્યો.
અંજલીના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ તેણે હાર ન માની.
આજે અંજલીએ પોતાના માટે કરોડોની કિંમતનું ઘર બનાવ્યું છે. તેની પોતાની કાર છે. આજે અંજલી કોઈ જાહેરાત કરવા અથવા કોઈ બ્રાન્ડને સ્પોન્સર કરવા માટે 30 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.