એન્ટિલિયામાં ટોપ ફ્લોર પર જ કેમ રહે છે અંબાણી પરિવાર?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું એન્ટિલિયા ભારતનું સૌથી મોંઘુ ઘર છે. એન્ટિલિયાની વેલ્યૂ લગભગ 15000 કરોડ રૂપિયા છે. એન્ટિલિયાને ન્યૂયોર્કની મૈંડરિન ઓરિએન્ટલ હોટલની જેમ ડિઝાઈન કરવામાં આવ્યું છે.
નીતા અંબાણી આ હોટલની આર્ટિસ્ટિક ડિઝાઈનથી ખૂબ જ પ્રભાવિત થયા. મૈંડરિન ઓરિએન્ટલ હોટલ ગ્રુપની પાસે 38 હોટલ છે.
પર્કિન્સ એન્ડ વિલ્સ આર્કિટેક્ટ્સે 27 માળના આ ઘરને 4 વર્ષે બનાવ્યું. એન્ટિલિયાને બનાવવાની જવાબદારી પર્કિન્સ એન્ડ વિલ્સ આર્કિટેક્ટ્સને મળી હતી.
એન્ટિલિયાને બનાવવામાં લૉસ એન્જિલ્સની આર્કિટેક્ટ ફર્મ Hirsch Bedner Associatesની પણ મહત્વની ભૂમિકા રહી. તેના 27 માળમાંથી ટોપ 6 ફ્લોર ખાસ કરીને અંબાણી પરિવાર માટે રિઝર્વ છે.
વાસ્તવમાં એન્ટિલિયામાં નીચેના માળે સ્પા, યોગા સેન્ટર, આઈસક્રીમ પાર્લર, કાર પાર્કિંગ અને સ્નો રૂમ બનાવવામાં આવ્યા છે. એન્ટિલિયામાં કૂલ 3 હેલીપેડ બનાવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં લગભગ 168 કાર પાર્ક કરી શકાય છે. તો આમાં કેટલાક ટેરેસ ગાર્ડન પણ છે.
મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે એન્ટિલિચાના ટોપ ફ્લોર પર જ રહે છે. એક રિપોર્ટ મુજબ, નીતા અંબાણીની ઈચ્છા હતા કે તમામ રૂમમાં સૂર્યના પર્યાપ્ત કિરણો આવતા રહે, તેથી તેમણે ટોપ ફ્લોર પર જ રહેવાનું નક્કી કર્યું.
અહીં આવવાજવાની પરવાનગી ઘણા ઓછા લોકોને છે. આ ઘરની દેખરેખ માટે લગભગ 600 સ્ટાફ છે. તેમાં માળી, ઈલેક્ટ્રીશિયન, સિક્યોરિટી ગાર્ડ, પ્લમ્બર, ડ્રાઈવર અને કુક વગેરે સામેલ છે.