199 રૂ. માં 13 OTT અને 400 લાઈવ TV ચેનલ્સ, આ કંપનીએ કાઢ્યો ખાસ પ્લાન
વોડાફોન-આઈડિયા ટેલિકોમ માર્કેટમાં ટકી રહેવા નવા પ્લાન્સ લોન્ચ કરે છે. કંપનીએ હવે એક નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે.
આ રિચાર્જમાં ગ્રાહકોને ટેલિકોમ સર્વિસ નહીં મળે પણ એન્ટરટેઈનમેન્ટ સર્વિસ મળશે. કંપનીએ પ્રી-પેઈડ અને પોસ્ટ-પેઈડ પ્લાન રજૂ કર્યા છે.
આ પ્લાનમાં યુઝર્સને 13થી વધુ OTT પ્લેટફોર્મ, 400થી વધુ લાઈવ ટીવી ચેનલ અને અન્ય લાભો Vi Movies and TV એપ પર મળે છે.
કંપની ઘણા રિચાર્જ પ્લાન સાથે તેનો ફ્રી એક્સેસ ગ્રાહકોને આપે છે. હવે બ્રાન્ડ અલગથી તેનું રિચાર્જ રજૂ કરી રહી છે.
પ્રીપેડ યુઝર્સે આ પ્લાન માટે રૂ.202 ખર્ચ કરવા પડશે. તો પોસ્ટપેઈડ યુઝર્સ માટે રૂ.199 ખર્ચ કરવા પડશે.
આ પ્લેટફોર્મ પર ગ્રાહકોને Disney+ Hotstar, Sony LIV, Manorama MAX, Fancode, Hungama, Discovery, Shemaroo ME અને અન્ય પ્લેટફોર્મનો એક્સેસ મળશે.
આ ઉપરાંત યુઝર્સ 400થી વધુ લાઈવ ટીવી જોઈ શકશે. આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.
ગ્રાહકો આ એપને મોબાઈલ સાથે ટીવી પર પણ એક્સેસ કરી શકે છે. આ Android, Amazon Fire Stick અને Web વર્ઝન પર ઉપલબ્ધ છે.
પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જમાં તમને સર્વિસ વેલિડિટી નહીં મળે. એટલે સિમકાર્ડ એક્ટિવેટ રાખવા અલગથી રિચાર્જ કરવું પડશે.
MIના બોલર્સની ધોલાઈ થતા રોહિતે સંભાળી કેપ્ટનશીપ, પંડ્યાને બાઉન્ડ્રી પર મોકલ્યો, VIDEO
Related Stories
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ