દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે ફરી એકવાર મોટું દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે 5.3 અરબ ડોલર એટલે કે લગભગ 44,183 કરોડ રૂપિયાના શેર દાનમાં આપવાની જાહેરાત કરી છે.
દિગ્ગજ રોકાણકારે બર્કશાયર હેથવેના શેર દાનમાં આપ્યા છે. આ પહેલા પણ ઘણીવાર બેફેટ દાન આપી ચૂક્યા છે.
વોરેન બફેટની આ જાહેરાતથી તેમનું કુલ દાન વધીને લગભગ 57 અરબ ડોલર થઈ ગયું છે.
આ દાન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને 4 ફેમિલી ચેરિટી સંસ્થાઓને આપવામાં આવશે.
શુક્રવારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે બફેટ લગભગ 13 મિલિયન બર્કશાયર ક્લાસ બી શેરનું દાન કરી રહ્યા છે.
તેમાંથી 9.93 લાખ શેર ગેટ્સ ફાઉન્ડેશનને આપવામાં આવશે, જેનાથી ફાઉન્ડેશનને બર્કશાયરના શેરમાં તેમનું દાન 43 અરબ ડોલરથી વધુ થઈ જશે.
બફેત તેમના દિવંગત પહેલા પત્નીના નામે બનેલા સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશનને પણ 993,035 શેર દાન કરી રહ્યા છે.
આ સિવાય તેઓ તેમના બે બાળકો દ્વારા સંચાલિત 3 ચેરિટી સંસ્થાઓ ( હાવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન, શેરવુડ ફાઉન્ડેશન અને નોર્વો ફાઉન્ડેશન)ને 6,95,122 શેર આપી રહ્યા છે.
નોંધનીય છે કે, 93 વર્ષની ઉંમરમાં બફેટ તેમની સંપત્તિના 99 ટકાથી વધુ દાન કરવાની પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે.
જણાવી દઈએ, 880 બિલિયન ડોલર મુલ્યની બર્કશાયર એક ગ્રુપ છે, જે BNSF રેલમાર્ગ અને ગીકો કાર ઈન્સ્યોરન્સ સહિત ઘણા બિઝનેસની માલિકી ધરાવે છે.