દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ મોટો ઝટકો આપ્યો છે. આવતા મહિનાથી હીરો મોટોકોર્પ કેટલાક વાહનોની કિંમત વધી જશે.
વાસ્તવમાં, કંપની તેના કેટલાક મૉડલોની કિંમતો વધારવા જઈ રહી છે. 1 જુલાઈથી સ્પ્લેન્ડરથી લઈને કરીઝમા જેવા વાહનોની કિંમત વધી જશે.
કંપનીએ જાહેરાત કરી છે કે, વ્હીકલ લાઈન-અપની કિંમતોમાં લગભગ 1500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે.
જણાવી દઈએ કે, Splendor Plus કંપનીની બેસ્ટ સેલિંગ મોટરસાયકલ છે. જેની કિંમત 75,441 રૂપિયાથી લઈને 78,286 રૂપિયા સુધી છે.
ગયા મે મહિનામાં Hero MotoCorpના વેચાણમાં 4.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીએ કુલ 4,98,123 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જેમાં એક્સપોર્ટ પણ સામેલ છે.
જ્યારે ઘરેલું બજારમાં 4,79,450 યુનિુટ્સની સાથે કંપનીએ વેચાણમાં 7 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં ડોમેસ્ટિક માર્કેટમાં 5,08,309 યુનિટ્સનું વેચાણ થયું હતું.