સ્પ્લેન્ડર-બુલેટને મળશે ટક્કર! ભારત આવી રહી છે આ ઓસ્ટ્રિયન કંપની
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસ બાદ હવે ઓસ્ટ્રિયાના પ્રવાસે છે. મધ્ય યુરોપમાં આવેલો બિહારથી પણ નાનો આ દેશ ભારત માટે ઘણી રીતે ખાસ છે.
જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા ત્રીજા વડાપ્રધાન છે. 41 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનના ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયા બાદ આ નાનો દેશ ચર્ચામાં છે.
માત્ર 83,871 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ દેશ તેની સેફ્ટી, એજ્યુકેશન, પર્યાવરણ, કલ્ચર, ટૂરિસ્ટ પ્લેસ અને મ્યૂઝિકના કારણે વિશ્વમાં પ્રખ્યાત છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રિયાની વાહન નિર્માતા કંપનીઓ પણ ભારત તરફ વળી છે. વર્ષ 2012માં KTMએ ભારતમાં તેની 200 Duke લૉન્ચ કરી હતી.
હવે વધુ એક ઓસ્ટ્રિયન બ્રાન્ડ બ્રિક્સટન મોટરસાઇકલ (Brixton Motorcycle) ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. તેનું મુખ્ય કારણ ઝડપથી વિકસતું ભારતીય ટુ-વ્હીલર માર્કેટ છે.
ભારતીય ઓટો સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે વિશ્વભરના વાહન નિર્માતાઓએ ભારતીય બજાર પર પોતાની નજર જમાવી છે.
Brixton Motorcycles ભારત તરફ આગળ વધી રહી છે. કંપની ટૂંક સમયમાં જ ટૂ-વ્હીલર્સની પ્રથમ બેચ માર્કેટમાં લૉન્ચ કરશે.
બ્રિક્સટને ભારતીય બજારમાં તેના ઓપરેશન માટે KAW મોટર્સ સાથે પાર્ટનરશિપ કરી છે. જાણકારી અનુસાર, કંપની શરૂઆતમાં 4 નવી મોટરસાઇકલ લૉન્ચ કરશે.
Brixton તેની મોટરસાઈકલોનું નિર્માણ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેના પ્લાન્ટમાં કરશે. કંપનીના પોર્ટફોલિયોમાં 125 ccથી લઈને 1200 cc સુધીની એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક્સ છે.
જોકે, હજુ સુધી એ કન્ફર્મ નથી થઈ શક્યું કે કંપની શરૂઆતમાં કયું મોડલ રજૂ કરશે. પરંતુ કાફે રેસર, સ્ક્રેમ્બલર, ક્લાસિક અને નિયો-રેટ્રો સેગમેન્ટમાં ઘણી બધી બાઇકો છે જે લૉન્ચ કરી શકાય છે.
હાલમાં કંપની તેના ડીલરશીપ નેટવર્કને વિસ્તારવામાં વ્યસ્ત છે. આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 15 ડીલરશીપ અને આવતા વર્ષ સુધીમાં 50 ડીલરશીપનો લક્ષ્યાંક છે.
બ્રિક્સટનના વાહન પોર્ટફોલિયોના આધારે આ કંપની ભારતીય બજારમાં રોયલ એનફિલ્ડ, હીરો મોટોકોર્પ, જાવા, કેટીએમ અને બજાજ જેવી મોટી બ્રાન્ડ્સને ટક્કર આપશે.