Jioએ આપ્યો યુઝર્સને ઝટકો, હવે SIM એક્ટિવ રાખવું થશે મોંઘું
Jioએ પોતાના પોર્ટફોલિયોમાંથી બે રિચાર્જ પ્લાન ફરી હટાવી દીધા છે. આ બંને પ્લાન્સ ઓછી કિંમતના હતા. કંપનીએ કોઈ જાણકારી વિના તેને હટાવી દીધા છે.
અમે વાત કરી રહ્યા છીએ Jioના 149 અને 179 રૂપિયાના પ્લાનની, જેને કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધા છે.
હાલમાં જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતો વધારી છે. આ બાદ કંપનીએ ઘણા પ્લાન્સ હટાવી દીધા.
વધેલી કિંમત બાદ Jio યુઝર્સને સિમ એક્ટિવ રાખવા હવે વધુ પૈસા ખર્ચવા પડશે. જોકે તેની કિંમત Airtelથી ઓછી છે.
Jioનું મિનિમમ રિચાર્જ પ્લાન હવે 189રૂ.નું છે, જે Airtelના 199 રૂપિયાના પ્લાનથી 10 રૂપિયા સસ્તો છે.
Jioના 189ના પ્લાનમાં ગ્રાહકને 2GB ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ, 300 SMS અને Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળે છે.
આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. પહેલા તે 155 રૂપિયામાં આવતા, હવે કંપનીએ તેમાં 22%નો વધારો કર્યો છે.
Jioએ રિચાર્જ પ્લાન્સની સાથે સાથે Unlimited 5G સર્વિસમાં પણ ફેરફાર કર્યો છે.
હવે 5G સર્વિસનો ફાયદો માત્ર ડેઈલી 2GB અથવા તેનાથી ઉપરના ડેટા પ્લાન્સમાં મળશે. 1.5GB ડેઈલી ડેટા પ્લાનમાં 5G ડેટા બૂસ્ટર ખરીદવું પડશે.
12 વર્ષ બાદ કુબેર યોગ, 2025 સુધી આ 3 રાશિઓ પર થતી રહેશે ધનવર્ષા
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ