મુકેશ અંબાણી કે નીતા અંબાણી નહીં, પરિવારના આ સભ્ય પાસે છે રિલાયન્સના સૌથી વધારે શેર!
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગ્રુપ છે. તેનો બિઝનેસ ઉર્જાથી લઈને ડિજિટલ સેવાઓ સુધી ફેલાયેલો છે. RILનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. હાલમાં તેની કમાન તેમના પુત્ર મુકેશ અંબાણીના હાથમાં છે.
મુકેશ અંબાણીની ગણતરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં થાય છે. શેર બજારમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હરણફાળ ભરી રહી છે. રોકાણકારોને કંપની સારું વળતર આપી રહી છે.
પણ શું તમે જાણો છો કે રિલાયન્સના સૌથી વધુ શેર કોની પાસે છે? ચાલો આજે તમને જણાવીએ
રિલાયન્સ કંપનીનું કામ મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સંભાળી રહ્યા છે. પરંતુ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે કંપનીના સૌથી વધુ શેર આ પાંચેયમાંથી એકની પાસે નથી.
RILમાં સૌથી વધુ ઈન્ડિવિજ્યુઅલ શેરહોલ્ડિંગ મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી પાસે છે. જૂન 2019 સુધીમાં મુકેશ અંબાણી અને તેમની ખાનગી સંસ્થાઓ પાસે RILની 47.29 ટકા ઈક્વિટી હતી. એક કોર્પોરેટ પુનઃરચના બાદ આ વધીને 48.87 ટકા થઈ ગઈ.
જોકે, મુકેશ અંબાણીની કંપનીમાં ઈન્ડિવિજ્યુઅલ શેરહોલ્ડિંગ 0.12 ટકા છે. 2005માં પારિવારિકના વિભાજનને કારણે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનો RILમાં કોઈ સીધો હિસ્સો નથી.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ 0.12% હિસ્સો ધરાવે છે. તેઓ આરઆઈએલના બોર્ડમાં છે.
મુકેશ અંબાણીના બાળકો આકાશ, ઈશા અને અનંત RILના જુદા જુદા ક્ષેત્રોમાં સક્રિય છે. આ ત્રણેયની પાસે RILમાં 0.12% હિસ્સેદારી છે.