Screenshot 2024 04 30 213629

100 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બે શુભ યોગ, ચમકશે આ રાશિઓનું નસીબ

1 MAY 2024

image
Screenshot 2024 05 01 140846

આ વખતે 10 મે, શુક્રવારે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે

Screenshot 2024 05 01 140859

આ વખતે અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે 100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે

Screenshot 2024 05 01 140916

જ્યોતિષીય ગણતરી અનુસાર, અક્ષય તૃતીયા પર ગજકેસરી યોગ અને શનિનો ષષ્ઠ યોગ એકસાથે બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓ પર લક્ષ્મી અને શનિદેવની કૃપા રહેશે

વૃષભ:-અક્ષય તૃતીયા પર ગજકેસરી અને ષષ્ઠ રાજયોગ વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ કરાવશે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. કાર્યમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

સાથે જ વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. નોકરીમાં તમને ઇન્ક્રીમેન્ટ-પ્રમોશન મળી શકે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું એ વૃષભ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે.

મકર:- અક્ષય તૃતીયા પર બંને યોગ બનવાના કારણે મકર રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જૂની સમસ્યાઓનો અંત આવશે. સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. અક્ષય તૃતીયા પર મકર રાશિવાળા લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદો, તે શુભ રહેશે.

કુંભ રાશિના લોકોને અક્ષય તૃતીયા પર આર્થિક લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

કુંભ રાશિના લોકો કારકિર્દીમાં ઉંચાઈઓ હાંસલ કરશો. વેપારી માટે આ સમય શુભ માનવામાં આવે છે. કુંભની અક્ષય તૃતીયા પર સોનાના સિક્કા અવશ્ય ખરીદો.