jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
રિલાયન્સ જિયોએ પોતાના નવા રિચાર્જ પ્લાન્સને લોન્ચ કરી દીધા છે. કંપનીએ ઈન્ટરનેશનલ રોમિંગ પેકની જાહેરાત કરી છે, જે અલગ-અલગ દેશો માટે છે.
કંપનીના રિચાર્જ પ્લાનની શરૂઆત 898 રૂપિયાથી શરૂ થાય છે અને 3851 રૂપિયા સુધી જાય છે. આ પ્લાન અલગ-અલગ રીઝન માટે છે.
UAE માટે પ્લાન્સની શરૂઆત 898 રૂપિયાથી થાય છે, જેમાં કોલિંગ, ડેટા અને SMS ત્રણેય સર્વિસ મળે છે. આ પ્લાન 7 દિવસની વેલિડિટી સાથે આવે છે.
UAE માટે કંપની 1598 રૂપિયા અને 2998 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે, જે ક્રમશઃ 14 દિવસ અને 21 દિવસની વેલિડિટી સાથે આવે છે.
આ બાદ કંપનીએ થાઈલેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે, જે 1551 રૂપિયા અને 2851 રૂપિયામાં આવે છે, તેમાં 14 દિવસ અને 30 દિવસની વેલિડિટી છે.
કેનેડા માટે કંપનીએ 1691 રૂપિયા અને 2881 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 14 દિવસ અને 30 દિવસની વેલિડિટી છે.
આ બાદ કંપની સાઉદી અરબ માટે 891 રૂપિયા, 1291 રૂપિયા અને 2981 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 7, 14 અને 30 દિવસની વેલિડિટી છે.
યુરોપ માટે કંપનીએ માત્ર 1 પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 2899 રૂપિયામાં 30 દિવસની સર્વિસ મળે છે.
કેરેબિયન રીઝન માટે કંપનીએ 1671 અને 3851નો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં અનુક્રમે 14 અને 30 દિવસની વેલિડિટી મળે છે.
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?