આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
દેશનું ઓટો સેક્ટર ઝડપથી ઈલેક્ટ્રિફાઈડ થઈ રહ્યું છે. ટાટા મોટર્સ, MG, હ્યુંડાઈ બાદ હવે મારુતિની ઈલેક્ટ્રિક કારની રાહ જોવાઈ રહી છે.
આ વચ્ચે ખબર આવી રહી છે કે મારુતિ સુઝુકી પોતાની પહેલી ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરવાની તૈયારીમાં લાગી છે.
રિપોર્ટ્સ મુજબ, મારુતિ સુઝુકી આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર ઓટો એક્સપોમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર રજૂ કરશે.
સ્થાનિક માર્કેટમાં તેને 2025ના શરૂઆતમાં લોન્ચ કરવાની યોજના છે. તેને પહેલીવાર ઓટો એક્સપોમાં કોન્સેપ્ટ તરીકે રજૂ કરાઈ હતી.
કંપનીના ચેરમેન આર.સી ભાર્ગવે વાર્ષિક રિપોર્ટ રજૂ કરતા સમયે કહ્યું હતું કે, આગામી થોડા મહિનાઓમાં ઈલેક્ટ્રિક કાર રજૂ કરીશું.
જણાવી દઈએ કે Maruti eVX જે કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર હશે, તેને હાલ પ્રોડક્શન રેડી ફોર્મમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરાઈ હતી.
માનવામાં આવી રહ્યું છે કે, કંપની તેમાં 60-kWgની ક્ષમતાની બેટરી આપશે, જે સિંગલ ચાર્જમાં 500 KMની ડ્રાઈવિંગ રેન્જ આપશે.
અલગ-અલગ બજેટના ખરીદદારોનું ધ્યાન રાખતા કારને સિંગલ મોટર (FWD) અને ડ્યુઅલ-મોટર (AWD) બંને વિકલ્પમાં રજૂ કરાશે.
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ